Spread the love

કાળા અથવા મનગમતા વાળ કરવા માટે લોકો વારંવાર હેરડાઈનો ઉપયોગ કરે છે. જો કે હેરડાઈના વધુ પડતાં ઉપયોગથી બ્રેસ્ટ, સ્કિન અને ઓવેરિયન કેન્સર પણ થઈ શકે છે.

હેર ડાઈથી કેન્સરનું જોખમ

કેટલાક લોકો વારંવાર હેર ડાઈનો ઉપયોગ કરે છે. જેમના માટે સૌથી મોટી ચેતવણી જનક બાબત સામે આવી છે. હેરડાઈનો વધુ ઉપયોગ કરતા લોકોને સલાહ આપતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, હેર ડાઈના ઉપયોગથી બ્રેસ્ટ, સ્કિન અને ઓવેરિયન કેન્સરનું જોખમ વધી જાય છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે.

મહિલાઓમાં કેન્સરનું જોખમ વધું

BMJ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, નેચરલ હેર કલરથી પણ કેન્સરનું જોખમ રહે છે. રિસર્ચ પ્રમાણે, અમેરિકા અને યુરોપમાં 50થી 80 ટકા મહિલાઓ વાળમાં કલર કરે છે, જેથી તેમનામાં કેન્સરનું જોખમ વધારે છે. પુરુષોમાં આ આંકડો 10 ટકા જ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચના વૈજ્ઞાનિકોએ પહેલેથી જ હેર ડાઈને કેન્સરનું જોખમ વધારાનારી વસ્તુઓના લિસ્ટમાં સામેલ કરેલી છે.

ડાઈમાં હોય છે જોખમી રાસાયણ

હેર ડાઈથી થતાં નુકસાનનો સર્વે કરવા માટે વૈજ્ઞાનિકોએ 1,17,200 મહિલાઓ પર રિસર્ચ કર્યું હતું. આ મહિલાઓમાંથી પહેલા કોઈને કેન્સર નહોતું કે તેમના પરિવારમાં પણ કોઈ હિસ્ટ્રી નહોતી. 36 વર્ષ સુધી મહિલાઓના સ્વાસ્થ્ય પર નજર રાખીને પરિણામ જાહેર કર્યું છે. હેર ડાઈમાં જોખમી રસાયણ હોય છે. તેમાં એમોનિયા, પેરોક્સાઈડ, પી-ફેનિલેનેડાયમાઈન, ડાઈએમિનોબેન્ઝીન, ટોલુઈન-2, 5-ડાઈઅમીન અને રિસોર્સિનોલ સામેલ છે, જે નુકસાનકારક છે.

હેર ડાઈમાં જોખમી કેમિકલનો ઉપયોગ

હેર ડાઈમાં વપરાતાં અમુક કેમિકલ્સ એવાં હોય છે જે માથાની ત્વચા થોડા પ્રમાણમાં શોષી લે છે અને અથવા તો હવામાં ઊડતી તેની ગંધ શ્વાસ મારફતે આપણા શરીરમાં જાય છે. જે લોકો વારંવાર હેર ડાઈ કરે છે તેમને અથવા તો હેર ડ્રેસરનું કે હેર સલૂનમાં કામ કરે તેમના પર આ જોખમ તોળાય છે.

હેર ડાઈથી નકસાન કંઈ રીતે ઘટાડવું?

કેન્સરનું જોખમ ઓછું કરવા માટે ડાઈ કરતી વખતે ધ્યાન રાખો કે માત્ર વાળ પર જ લગાવો, શરીરના અન્ય હિસ્સા સુધી ડાઈ ન પહોંચવા દો. આ ઉપરાંત ડાઈ સુકાઈ ગયા પછી વાળને પાણીથી સારી રીતે ધોઈ લો. તેમજ ડાઈ કરતી વખતે હાથના ગ્લવ્ઝ પહેરવાનું ન ભૂલો અને ડાઈના પેકેટ પર જે સૂચનાઓ આપી હોય તેને ખાસ અનુસરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here